ભગવાન મહાવીર કોલેજમાં મારામારી, VHPના કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો
છેલ્લા ઘણા સમયથી દેશભરની અંદર લવ જેહાદને (Love Jihad)લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. જે પ્રકારે દિલ્હીમાં વિધર્મી યુવક દ્વારા યુવતીના ટુકડા કરીને તેની લાશને સળગાવ્યા વગર અંગોને ફેંદી દેવાનો ખેલ ખેલાયો છે. ત્યાર બાદ હિન્દુઓની અંદર પણ આ બાબતને લઈને હવે આ ગુસ્સો જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં (Bhagwan Mahaveer College) કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થઈને હિન્દુ યુવતીઓ સાથà«
છેલ્લા ઘણા સમયથી દેશભરની અંદર લવ જેહાદને (Love Jihad)લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. જે પ્રકારે દિલ્હીમાં વિધર્મી યુવક દ્વારા યુવતીના ટુકડા કરીને તેની લાશને સળગાવ્યા વગર અંગોને ફેંદી દેવાનો ખેલ ખેલાયો છે. ત્યાર બાદ હિન્દુઓની અંદર પણ આ બાબતને લઈને હવે આ ગુસ્સો જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં (Bhagwan Mahaveer College) કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થઈને હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક વધારતા હોય તેવું ધ્યાને આવતા વિવાદ થયો.જે મારામારી સુધી પહોંચી ગયાનું સામે આવ્યું છે.
VHP દ્વારા કાર્યવાહી
સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજની અંદર સુનિયોજિત રીતે લવ જેહાદનું ષડયંત્ર ચાલતું હોવાની શંકા હતી. વિધર્મી યુવકો દ્વારા હિન્દુ વિદ્યાર્થીનીઓને નિશાના પર લઈને તેમની સાથે પ્રેમ પ્રકરણ આગળ વધારવામાં આવતુ હતુ. જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેકી કરવામાં આવી હતી, અને એવા યુવકોને ઓળખી કાઢવા માટેનું કામ શરૂ કરાયું હતું. જેને પગલે મારામારી થઈ હતી.
વિધર્મી યુવકને માર મરાયો
કોલેજમાં હિન્દુ સંગઠનો દ્વારા જે વિદ્યાર્થીઓ વિધર્મી હતા અને તેઓ હિન્દુ છોકરીઓ સાથે સંપર્ક વધારે રહ્યા હતા, અને તેમની સાથે અફેર કરતા હતા. તેમને ઓળખવાની છૂપી રીતે કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં બે ત્રણ વિધર્મી યુવકો આ ષડયંત્ર કરતા હોય તેવું ધ્યાને આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ સાથે મિત્રતા વધારે તેમની સાથે સોશિયલ મીડિયામાં પણ ચેટિંગ કરતા અને એકબીજાનો મોબાઈલ નંબરનો આપ લે કરીને તેમની સાથે વાતો કરી મિત્રતા વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરતા હતા. તેમને ઓળખી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કોલેજમાં જ વિદ્યાર્થીને જાહેરમાં માર મરાયો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement